(સંજય કડીવાર) ટંકારા : ટંકરા નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોરબીના કાર ચાલક યુવાનનું મોત થતા અરેરાટી મચી ગઇ છે.
બપોરે 12 વાગ્યે મોરબીથી રાજકોટ કાર નંબર GJ 36 L 2167 લઈને જઇ રહેલા વૈભવ ગુણવંતભાઈ પટેલ ઉં.વ.28 નામના યુવકની કારનો ધ્રુવનગર – ટંકારા વચ્ચે એક ટ્રક સાથે ધડાકાભેર અકસ્માત થતા યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. વૈભવ પટેલ મોરબીના નવા બસ સ્ટેશન પાછળના એક એપાર્ટમેન્ટમાં રહતો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide