મોરબીના માનસર ગામે મેરજા પરીવારમાં પુત્રના જન્મદિવસે બહેનની પધરામણી થતા ખુશીનો માહોલ

0
191
/
/
/

માનસર ગામે મેરજા પરીવારે પુત્રના જન્મદિવસની સાથે દિકરી વધામણા કરી ડબલ ઉજવણી મેરજા પરીવારમાં ખુશીનો માહોલ

મોરબીના માનસર ગામે મેરજા પરીવારના આંગણે ખુશીનો માહોલ પુત્રના જન્મદિવસે ભાઈને લક્ષ્મી સ્વરૂપે બહેનની ભેટ આનંદ કીલોલ વચ્ચે મેરજા પરીવારે ડબલ ઉજવણી કરી જન્મદિવસની સાથે દિકરી વધામણા કર્યા હતા.

માનસર ગામે રહેતા રજનીશભાઈ મેરજાના આંગણે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આનંદ કીલોલ વચ્ચે એક સાથે બે ઉજવણીના સહભાગી બન્યા હતા જેમા પુત્ર આર્યના જન્મદિવસે ભાઈને અનોખી ભેટ મળી હતી અને ભેટ સ્વરૂપે જન્મદિવસે જ બહેનનો જન્મ થતા મેરજા પરિવારે ખુશી વ્યક્ત કરી પુત્રના જન્મદિવસની સાથે દિકરી વધામણા કર્યા હતા આમ એક સાથે ડબલ ઉજવણી સાથે મેરજા પરીવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પુત્ર આર્ય સાથે દિકરીના જન્મદિવસની ઉજવણી કરવા પિતા રજનીશભાઈ મેરજાએ મોરબી યુનાઇટેડ યુથ જીવદયા ગ્રુપ સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં રોકડ રકમ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner