મોરબી : મોરબીના ઉકરડાઓ નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા દોઢ માસથી ‘મારુ મોરબી, ઉકરડામુક્ત મોરબી’ અભિયાન ચલાવાઈ રહ્યું છે. આપ દ્વારા 23 જુલાઈના રોજ ઉપવાસ આંદોલન શરુ થનાર છે, છતાં તંત્ર કોઈ પગલાં ન લેતું હોવાથી સેનીટેશન ચેરમેનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટી-મોરબી દ્વારા છેલ્લા દોઢ માસથી મારુ મોરબી ઉકરડા મુકત મોરબી અભિયાન ચલાવાય રહ્યું છે. ત્યારે નિંભર તંત્ર હજુ સુધી ઊંઘમાં જ જણાતા આમ આદમી પાર્ટી દ્વારા આગામી 23 જુલાઈ ના રોજ ઉપવાસ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. તંત્રને જગાડવા આપ દ્વારા આજે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા મોરબી સેનેટરી વિભાગના ચેરમેન અશોકભાઈ કાંજીયાનો તેમના ઘર પર ઘેરાવ કરી ‘ઉકરડા નાબૂદ કરો’ અને ‘ચેરમેન હાઈ હાઈ’ના નારા સાથે આવેદન આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા જણાવવામાં આવેલ જો હજુ તંત્ર નહીં જાગે તો મોરબી નગરપાલિકાના તમામ સદસ્યનો ઘેરાવ કરવામાં આવશે
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide