આપણે ત્યાં રોજ જમવામાં રોટલી બને જ છે. અને રોટલી બચી જવાની ફરિયાદ પણ દરેક ઘરોમાં સાંભળવા મળે છે. અને આગલા દિવસની વધેલી રોટલી આપણે ત્યાં સામાન્ય રીતે કોઈને આપી દેવામાં આવતી હોય છે. પરંતુ આજે જાણીએ કે આ વધેલી રીલિટીમાંથી તમે ટેસ્ટી ચેવડો કઈ રીતે બનાવી શકો છો. આ ટેસ્ટ ચેવડો બાળકોને પણ પસંદ આવશે તો નોંધી લો રેસિપી, વધેલી રોટલીમાંથી ટેસ્ટી ચેવડો બનાવવાની –
સામગ્રી
- વધેલી રોટલી 5/6 નંગ
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- લીલા મરચા 1 નંગ
- લીમડી ના પણ 3/4 નંગ
- હળદર 1/2 ચમચી
- ખાંડ દરેલી 2 ચમચી
- મીઠુ સ્વાદનુસાર
રીત
સૌપ્રથમ વધેલી રોટલી ને હાથ થી મસળી ને ભૂકો કરી દોપછી એક પેન ગરમ કરી લો એમાં તેલ એડ કરી ને એમાં રાઈ એડ કરોપછી એમાં લીલા મરચા લીમડી ના પાન એડ કરી મિક્સ કરી લોપછી એમાં હળદર એડ કરી મિક્સ કરી લો અને રોટલી એડ કરો પછી બરોબર મિક્સ કરી લોપછી એમાં મીઠુ અને દરેલી ખાંડ એડ કરી બરોબર મિક્સ કરી લો થોડી વાર સેકાવા દો પછી એને સર્વ કરોચેવડો તમને ચા સાથે બઉજ મસ્ત લાગશે અને તમારા બાળકો ને પણ ખુબજ ભાવશેજરૂર થી બનાવજો આ રેસીપી અને જાનવજો કેવી લાગી ઉપર થી લીંબુ એડ કરી ને ખાવુ હોઈ તો પણ એનો ટેસ્ટ સારો લાગશે તમે એક વાર ટ્રાઇ કરી શકો છો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide