વડોદરા: હવે મહાકાળી માતાનાં દર્શન થશે:17 દિવસ બાદ પાવાગઢ મંદિર આજથી ફરી ખૂલ્યું

0
31
/

વડોદરા: હાલ પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન બંધ રહ્યા બાદ આજે 2 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું છે. જોકે આજે પહેલા દિવસે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. જોકે કોરોનાની ગાઇડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરીને ભક્તોએ મહાકાળી માતાનાં દર્શન કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા વ્યાપને લઇને પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા પ્રશાસને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો, જેને પગલે આસો નવરાત્રિ દરમિયાન ઇતિહાસમાં પહેલીવાર પાવાગઢ બંધ રહ્યું હતું.

પાવાગઢમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવાયો
પાવાગઢ મંદિરના દ્વાર આજે સવારે 6 વાગ્યે ખૂલી ગયા હતા અને ત્યાર બાદ ભક્તોએ આરતીમાં ભાગ લીધો હતો. સવારે 8 વાગ્યે રોપવે પણ શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજથી પાવાગઢ મંદિર ખૂલ્યું છે, ત્યારે પાવાગઢમાં ચુસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/