તાપી: નિઝરના ડાબરી આંબા ફળિયાના રહીશોએ સ્મશાને પહોંચવા ઠાઠડી સાથે નદી ઓળંગવી પડી!!

0
30
/

તાપી જિલ્લાના નિઝર તાલુકાના નિઝર ગામે ડાબરી આંબા ફળીયામાં યુવકનું માંદગીથી મોત થતાં યુવકની ઠાઠડી લઇને ડાઘુઓ ૫ થી ૬ ફૂટ ઉંડી નદી પાર કરીને સ્મશાને પહોંચ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા કોઝવે બનાવવાની માંગણીને તંત્ર ઘોળીને પી જતાં સ્થાનિકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે.

તાજેતરમા નિઝર તાલુકાના નિઝર ગ્રામ પંચાયતના ડાબરી આંબા ફળિયાની મધ્યમાંથી મહારાષ્ટ્રની હદમાંથી આવતી પાતાળ ગંગા નદી પસાર થાય છે. ચોમાસા બાદ ૩ થી ૪ માસ નદીમાં પાણીનો ભરાવો રહે છે. ફળીયામાં નદીની સામે પાર ખેતર કિનારે સ્મશાન ભૂમિ છે. ચોમાસામાં નદીમાં ૫ થી ૬ ફૂટ ઉપરથી પાણી વહે છે. ડાબેરી આંબા ફળીયામાં આ સમય દરમિયાન કોઇનું મોત થાય ત્યારે ગામની સીમમાં ૧ કિ.મી દૂર આવેલા કાચા રસ્તે થઇ સ્માશાને જવું પડે છે. જે રસ્તા ઉપર બનેલા ગરનાળામાં પાણી ભરાતા ચોમાસામાં અવાર જવારમાં તકલીફ પડે છે. જેથી ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરી આ નદી પરના ચેકડેમ નજીક કોઝવે બનાવવા માંગણી થઇ છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઇ નથી. જેથી ફળીયામાં કોઈનું અવસાન થાય ત્યારે સ્થાનિકો ૧ કિ.મીનો લાંબો ચકરાવો ખાવાને બદલે જીવના જોખમે ઠાઠડી લઇ ૩૦૦ થી ૪૦૦ મીટર જેટલું અંતર ૫ થી ૬ ફુટ ઊંડા નદીના પ્રવાહમાંથી પસાર થઈ ડાઘુઓ સ્મશાને પહોંચે છે. રવિવારે સવારે આંબા ફળીયામાં રહેતો રાકેશ પાડવી (ઉ.વ.૩૩)નું લીવરની બીમારીથી પીડાઈને મોત થતાં સબંધીઓ સહીત સ્થાનિકો અંતિમક્રિયા માટે યુવકની અંત્યેષ્ટિને ઉઠાવી નદી ઓળંગી સામે પાર આવેલા સ્મશાને ગયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/