ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન

0
65
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન-મોરબી દ્વારા 2020-21ની સીઝન માટે શનિવારે અન્ડર-16 ક્રિકેટ ટીમનું સિલેક્શન કરવામાં આવશે. આ સિલેક્શન આગામી તા. 6ના રોજ બપોરે 9-30થી 12-30 વાગ્યા સુધી એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલની બાજુમાં, રવાપર-ઘુનડા રોડ ખાતે યોજવામાં આવ્યું છે. આ આયોજનમાં આવનાર પાસે સફેદ ટ્રેક અને ટીશર્ટ તથા સ્પોર્ટ્સ શૂઝ અથવા ઇન્ડીવિડ્યૂલ ક્રિકેટ કીટ હોવી ફરજીયાત છે. તેમજ 2 ફોટોગ્રાફ્સ અને એજ્યુકેશન આઈ-કાર્ડ, બર્થ સર્ટિફિકેટ, રેસીડેન્સીયલ પ્રૂફ, જોબ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ, આ ડોક્યુમેન્ટ્સમાંથી કોઈપણ 3 ડોક્યુમેન્ટ્સની કોપી ઓરીજીનલ ડોક્યુમેન્ટ્સ સાથે લાવવાની પણ રહેશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/