મોરબીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નિબંધ અને વાર્તા સ્પર્ધાનું આયોજન થશે

0
20
/

મોરબી : હાલ મોરબીની મહિલાઓ સ્ત્રીના વિષયો પર પોતાના મૌલિક વિચારો રજૂ કરી શકે તે માટે મોરબી ગાયનેક એસોશિએશન (MOGs) તથા IMA, મોરબીના ડૉકટરો દ્વારા ‘નિબંધ’ તથા ‘વાર્તા લેખન’ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમાંક આપી શિલ્ડ તથા આકર્ષક ઇનામ આપી, મોરબી-IMA દ્વારા સન્માનિત કરવામાં આવશે.

નિબંધ માટેના વિષયો : શબ્દમર્યાદા – 300, ભાષા-ગુજરાતી

૧. સ્ત્રી સશક્તિકરણ
૨. પરિવાર તથા કારકિર્દી વચ્ચે ભીંસાતી/સંતુલન રાખતી આજની આધુનિક નારી
૩. સ્ત્રી સ્વતંત્રતા – જરૂરિયાત તથા મર્યાદા
૪. બેટી બચાવો, સ્ત્રી ભૂણ હત્યા – સમાજ માટે કલંક
૫. સંસ્કૃતિ સંરક્ષણમાં સ્ત્રીનું યોગદાન

વાર્તા – મહિલા કેન્દ્રિત ટુંકી વાર્તા, શબ્દ મર્યાદા – ૪૦૦, ભાષા – ગુજરાતી

1. કૃતિ સુવાચ્ય હસ્તલેખિત અથવા કોમ્યુટર પ્રિન્ટ કાઢી, તા. ૨૦-૩-૨૦૨૧ સુધીમાં નીચેના સરનામે રૂબરૂ  પણ પહોંચાડવી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/