મોરબીના પાટીદાર કોરોના કેર સેન્ટરને વિશ્વ ઉમિયા ધામ દ્વારા ઓકિસજન મશીનો અર્પણ

0
66
/

મોરબી : હાલ અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબીમાં પાટીદાર કોરોના કેર સેન્ટર-કન્યા છાત્રાલય ખાતે 8 ઓકિસજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે.

અમદાવાદના વિશ્વ ઉમિયા ધામને અમેરિકાના કડવા પાટીદાર સમાજના દાતાઓ દ્વારા 8 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્ મશીનો મોકલવામાં આવ્યા છે. જે વિશ્વ ઉમિયા ધામ દ્વારા મોરબી ખાતે પાટીદાર કોરોના કેર સેન્ટરમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ તકે બેચરભાઈ હોથી, વલમજીભાઈ અમૃતિયા, ત્રમ્બકભાઈ ફેફર, એ. કે. પટેલ, હિતેશ આદ્રોજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રી ઓફ વાપરવા દેવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/