મોરબી આસપાસના ઓદ્યોગિક વિસ્તારમાં બોગસ ડોકટર ઘણા પ્રેક્ટીસ કરી રહ્યા છે તેવામાં ગઈકાલે મોરબી જીલ્લા એસઓજીની ટીમે દ્વારા વાંકાનેરના ઢૂવા પાસે માનવ કલીનીક ચલાવતા બોગસ ડોકટરને ૧.૨૦ લાખના મુદામાલ સાથે દબોચી લેવામાં આવ્યો છે
મોરબી જીલ્લા એસઓજીએ ઢૂવાથી માટેલ તરફ જવાના રોડ ઉપર આવેલ શક્તિ ચેમ્બર્સમાં માનવ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી ત્યારે કોઈ પણ જાતની ડીગ્રી વગર જન આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટર દિલીપભાઈ ચંદુભાઈ પરસાણીયા (ઉ.૪૮) રહે. ઉમા ટાઉનશીપ, મોરબી તથા કમ્પાઉન્ડર કીર્તિભાઈ ડુંગરભાઈ ડોડિયા (ઉ.૩૦) મળી આવ્યા હતા જેથી તેને પકડી પાડ્યા હતા. અને તેની પાસેથી કુલ મળીને ૧.૨૦ લાખની દવાનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો
સાપે દંશ મારતા મોત
મોરબી તાલુકાના જીવાપર ગામે આવેલ બળવંતભાઇની વાડીએ ઝૂંપડામાં રાકેશ અબલા ભીલાલ ઉ. ૧૧ નામનો બાળક વાડીના ઝુપડામાં સૂતો હતો તે દરમિયાન કોઈ સમયે સાપે તેને દસ મારી દેતા આ બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.જેથી મોરબી તાલુકા પોલીસને બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide