વાંકાનેર : મોરબી જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અરવિંદકુમાર રઘુભાઈ ઓળકીયા તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શાહિદ બસારતઉલ્લા સીદીકી તથા મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરા, આ ત્રણેય પોલીસ કર્મચારીની મોરબી હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવી છે. તેઓની બદલી જાહેરહિત અને વહીવટી સરળતાના હેતુથી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide