વાંકાનેર : કેસનો ખાર રાખી પતિ સહિતના ચારે પત્ની-સાસુ પર કર્યો હુમલો

0
149
/
કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યોઅમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર રાખી હુમલો કરાયો હોવાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ પોલીસ મથકમાં નોંધાવી છે
અમદાવાદની રહેવાસી પુજાબેન ઉર્ફે ગુડ્ડી શીશીલ વસિયાણીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦-૦૧-૧૯ ન a રોજ વાંકાનેર તાલુકાના લુણસર ગામના રહેવાસી શીશીલ જીતેન્દ્ર વસીયાણી સાથે લગ્ન થયા હતા અને તેના મોટા સસરા નરભેરામ વાઘજીભાઈ વસીયાણીએ ફરિયાદી મહિલા તથા તેના પિતા સામે છેતરપીંડીનો કેસ કરેલ હોય જેમાં તે જામીન પર છૂટી હોય અને પપ્પા જેલમાં હોય જેના જામીન માટે તે માતા હંસાબેન અને ડ્રાઈવર ગીરીશ સુરેશ પટેલ સાથે પોતાની કાર નં જીજે ૨૭ એ એચ ૯૪૨૪ માં વાંકાનેર કોર્ટ આવેલ હોય અને સાંજના સુમારે પરત ફરતી વેળાએ ઢુવા નજીક ગ્રે કલરની વરના કારે તેને આંતરીને કારમાંથી તેના પતિ શીશીલ જીતેન્દ્ર વસિયાણી, દિયર મિલન જીતેન્દ્ર વસિયાણી, તેમજ અશોક મેરજા અને શૈલેશ મેરજા એ ચાર શખ્શોએ ફરિયાદીના માતા હંસાબેન અને ડ્રાઈવરને માર મારી ધમકી આપી હતી તેમજ ફરિયાદીને પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી છે અને આરોપીઓએ નાસી ગયા હતા તેમજ કારમાં રાખેલ મોબાઈલ અને ૫૦,૦૦૦ પણ ક્યાં ગયા તે ખબર ના હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે
પતિ સહિતનાઓએ કેમ કર્યો હુમલો ?
પરિણીતાએ ફરિયાદમાં ઝઘડાનું કારણ જણાવ્યું છે કે તેના પતિ અને સગાઓએ પરિણીતા વિરુદ્ધ છેતરપીંડીનો ખોટો કેસ કર્યો હતો જેમાં જમીન મળી ગયા હોય અને પરિણીતાએ અમદાવાદમાં શારીરિક માનસિક દુખ ત્રાસ અંગે તેમજ દહેજ ઓલવી જવાની ફરીયાદ કરી હોય જે ના ગમતું હોવાથી અગાઉ વાંકાનેર કોર્ટમાં માથાકૂટ કરી હતી અને બાદમાં મોરબી તરફ જતા ગાડી ઉભી રખાવી માથાકૂટ કરી હતી

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/