માળિયાનાં ખાખરેચી ગામ નજીક કેનાલમાં ડૂબી જતાં સગીરનું મોત

0
135
/
/
/

માળિયાના ખાખરેચી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક સગીર કોઈ કારણસર ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને. મૃતદેહને બહાર કાઢી પીએમ.માટે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે માળિયા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી બનાવ અકસ્માત છે કે આપઘાત તે અંગે તપાસ હાથ ધરી હતી.

બનાવની મળતી.માહિતી મુજબ હળવદ તરફ થી આવતી નર્મદા કેનાલમાં માળિયાંના ખાખરેચી ગામ નજીક નવઘણ વામભાઈ ભોજી નામનો સગીર અચાનક કોઈ કારણસર ડૂબી ગયો હતો અને કેનાલના પાણીમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાં માળિયા પોલીસ સ્ટાફ અને.સ્થાનિક તરવૈયા દોડી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો.બાદમાં પીએમ.માટે માળિયા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે એડી નોંધી આપઘાત છે કે અકસ્માત તે અંગે તપાસ હાથ ધરી હતી. આ અંગે વધુ તપાસ એએસઆઇ સી.પી.ઝાલા ચલાવી રહ્યા છે.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner