વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ બાદ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરુ

0
95
/
તંત્રના તમામ વિભાગો બસ સ્ટેન્ડ સામે આવેલા આરોગ્યનગર ખાતે દોડી ગયા : સંક્રમિત વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ બહાર આવી નથી

વાંકાનેર : શહેરમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય સહિતનું તંત્ર દોડતું થયું છે. અત્યાર સુધી મોરબી જિલ્લામાં કોરોનાના કેસો પુરી રીતે નિયંત્રણમાં હતા પણ અનલોક 1.0 બાદ અન્ય જિલ્લાઓમાંથી આવતા પ્રવાસીઓને કારણે મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધવા લાગતા જિલ્લામાં ચિંતાનો માહોલ છવાયો છે.

અનલોક 1.0 બાદ કોરોનાથી અછૂતા રહેલા મોરબી જિલ્લામાં પણ કોરોના સંક્રમિતોનો આંકડો વધવા લાગતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે વાંકાનેરમાં બસ સ્ટેન્ડની સામે આવેલા આરોગ્ય નગરમાંથી 62 વર્ષીય એક વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, નગરપાલિકાના અધિકારીઓ તથા ડેપ્યુટી કલેકટર ઉક્ત વિસ્તારમાં દોડી ગયા હતા અને વિસ્તારનું નિરીક્ષણ કરી અન્ય જરૂરી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત વૃદ્ધની હજુ સુધી કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી ત્યારે વૃદ્ધ ક્યાંથી સંક્રમિત થયા એ તપાસ હાલ ચાલી રહી છે. એ તપાસ દરમ્યાન બહાર આવ્યું છે કે કોરોના સંક્રમિત હરેશભાઇ હિંમતલાલ ભટ્ટ સ્થાનીય સ્તરે મેડિકલની પ્રેક્ટિસ કરતા હોવાની માહિતી મળી રહી છે. હરેશભાઈ ભટ્ટના પરિવારમાં ત્રણ સભ્યો હોવાનું જાણવા મળેલ છે અને વૃદ્ધને ડાયાબિટીસની પણ બીમારી છે. હાલ તેઓને સારવાર માટે રાજકોટ કોવીડ સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે.

તંત્ર દ્વારા વાંકાનેરના લોકોને અપીલ કરવામાં આવી છે કે જે લોકો હરેશભાઇ ભટ્ટના સંપર્કમાં આવ્યા હોય તેઓએ સામે ચાલીને આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/