અમરાપરમાં માટીનું ડબલું માથે પડતા કુવામાં કામ કરતી યુવતીનું મૃત્યુ

0
38
/

મોરબી : મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામમાં કુવામાં કામ કરતી વખતે માટીનું ડબલું પડતા માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતી યુવતીનું મૃત્યુ થયું હતું.

માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતા પરસોતમભાઇ પરસોડાના પત્ની કાજલબેન (ઉ.વ. 22) ગઈકાલે તા. 18ના રોજ મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામમાં કુવામાં કામ કરતા હતા. તે વખતે માટીનું ડબલું માથે પડતા તેનું મૃત્યુ થયું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્નને દોઢ વર્ષ થયેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/