વાંકાનેર : દિલ્હી મોકલેલ ટાઈલ્સ ગ્રાહક પાસે પહોંચવાને બદલે ગાયબ?

0
183
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમા વાંકાનેર તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ રોડલાયન્સ મારફત દિલ્હી ટાઈલ્સ ભરેલ ટ્રક મોકલેલ હોય પરંતુ ટ્રક ચાલકે ટ્રક ગ્રાહકને ન પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ટ્રાન્સપોર્ટર સાથે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ પણ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક આવેલ દુર્ગા રોડ લાયન્સના સંચાલક રોહીતાસ હનુમાન સહાયએ ફરિયાદ નોંધાવી છે કે પોતાના દુર્ગા રોડ લાયન્સ દ્વારા મોહિતભાઈ સિંગલા રહે-દિલ્હી વાળાના ઓર્ડર મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ ક્યુટોન સિરામિકના ઈ વે બીલ તા.૧૦-૦૧-૨૦૨૧ મુજબ અલગ અલગ સાઈઝની ટાઈલ્સના કુલ બોક્સ ૨૭૫ કીમત રૂ.૪,૦૨,૪૩૯ તથા વધાસીયા ટોલનાકા નજીક આવેલ કયુંટોન સિરામિકના ઈ-વે બીલ તા.૧૧-૦૧-૨૦૨૧ મુજબ ૧૨૦૦*૧૨૦૦ સાઈઝની ટાઈલ્સના કુલ બોક્સ ૨૩૯ કીમત રૂ.૨,૪૩,૫૦૦ એમ કુલ ટાઈલ્સ બોક્સ ૫૧૪ કીમત રૂ.૬,૪૫,૯૩૯ ની ટાઈલ્સ આરોપી ટ્રક ટેઈલર આર જે ૦૨ જીબી ૨૬૦૫માં ભરી બિલ્ટીમાં જણાવેલ સરનામે ભારતીય સંસ્કૃતિ સેવા મિશન બી-૧ સેક્ટર ૧૬ રોહિણી દિલ્હીવાળાને પહોચાડવા રવાના કરેલ પરંતુ આરોપી ડ્રાઈવર બીસરામ સોનું રહે-ભરતપુર રાજસ્થાન અને ટ્રકના માલિક ઈર્શાદખાન ફજરુંખાન રહે-લક્ષ્મણગઢ રાજસ્થાન ટાઈલ્સ ભારતીય સંસ્કૃતિ સેવા મિશન બી-૧ સેક્ટર ૧૬ રોહિણી દિલ્હી વાળાને નહિ પહોચાડી પોતાના આર્થિક લાભ માટે ટાઈલ્સ ઓળવી જઈ ગુન્હામાં એકબીજાને મદદગારી કરી ફરિયાદી રોહિતાસ હનુમાન સહાય સાથે ઠગાઈ કરી વિશ્વાસધાત કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/