મોરબીના લીલાપર ગામે જમીન બાબતે ડખ્ખામાં જાનથી મારી નાખવાની ધમકીની રાવ

0
98
/

મોરબી: શહેરના લીલાપર ગામે પ્લોટમાં લાકડાના ધંધા બાબતે બોલાચાલી બાદ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ પર સાત હનુમાન સોસાયટીમાં રહેતા ગોવિંદભાઈ બીજલભાઈ ભુંભરિયા (ઉ.૪૫) ની લીલાપર ગામની ચોકડી ઉપર બળતણના લાકડા વેચવાનો ધંધો કરતો હોય ત્યાં આરોપી ગૌતમભાઈ જયંતીભાઈ મકવાણાના કહેવાથી આરોપી પ્રભુભાઈ બોરીચા આવેલ અને આરોપી ગૌતમ મકવાણાએ ફરિયાદી ગોવિંદભાઈને કહેલ કે આ પ્લોટ તેના સગા બીપીનભાઈ રાઠોડનો છે અને તેણે પ્રભુભાઈ બોરીચાને વહેચી દીધેલ છે આ પ્લોટમાં તું લાકડાનો ધંધો કેમ કરેશ અને પ્લોટ તે પચાવી પાડેલ છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી પ્લોટ ખાલી નહિ કરે તો તેને જાનથી મારી નાખવો છે અને એસટ્રોસીટીની ખોટી ફરિયાદમાં ફીટ કરી દેવો છે તેવી ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/