ડ્રાઇવરની ધરપકડ : વધુ એક નામ ખુલતા તેની સામે પણ ગુનો દાખલ
વાંકાનેર : તાજેતરમા મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ગઈકાલે રાત્રે ગેસ ભરેલ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. મોડી રાત્રે આ દારૂના જથ્થાની ગણતરી પૂર્ણ થઈ હતી. જેમાં રૂ. 44.23 લાખની કિંમતનો 11,700 બોટલ વિદેશી દારૂ હોવાનું ખૂલ્યું છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે બાતમીના આધારે નાગાલેન્ડ પાર્સિંગનું NL 01 L 5509 નંબરનું ટેન્કર શંકાસ્પદ જણાતા તેને ઉભું રાખી તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ડ્રાઇવર ગોરધન અમેદારામ ચૌધરી ઉ.વ.38 રહે. બાડમેર, રાજસ્થાનવાળાની ધરપકડ કરી હતી. બાદમાં આ દારૂના જથ્થાની ગણતરી હાથ ધરી હતી. જે મોડી રાત્રી સુધી ચાલી હતી.
આ ટેન્કરમાંથી મેકડોવેલ્સ નં.1ની 6060 બોટલ કિંમત રૂ. 22.72 લાખ, રોયલ ચેલેન્જની 2080 બોટલ કિંમત રૂ.10.85 લાખ અને એપિસોડ ગોલ્ડની 3552 બોટલ કિંમત રૂ.10.65 લાખ મળી કુલ 11,700 બોટલ કિંમત રૂ. 44.23 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થા સાથે એલસીબીએ કુલ રૂ.64.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથે પ્રાથમિક પૂછપરછમાં રામારામરાજી ખેતારામજી જાટ રહે. પાલ જી.જોધપુર, રાજસ્થાનવાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા કવાયત પણ હાથ ધરાય છે.આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી. ડાભી, એએસઆઇ રસિકભાઈ ચાવડા, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સ. ભરતભાઇ મિયાત્રા, નંદલાલભાઈ વરમોરા અને રણવીરસિંહ જાડેજા રોકાયેલ હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide