મોરબીમાં ત્રણ બાઈકની ચોરીનો ભેદ ઉકેલાયો : બેની શખ્શોની ધરપકડ કરાઈ

0
174
/

મોરબી : તાજેતરમા મોરબી એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ત્રણ બાઈક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે .પોલીસે આ બાઇકોની ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લીધા સાથે ચોરાઉ બાઈક કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર ઓડેદરાએ મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી સહિતનો એલસીબી સ્ટાફ પેટ્રોલીગમાં હતો. ત્યારે એલસીબી સ્ટાફના સંજયભાઈ મૈયડ અને નિર્મળસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે,એક ઇસમ ચોરીનું બાઈક લઈને મોરબી-માળીયા હાઇવે ઉપર ટિબંડીની પાટિયા પાસેથી પસાર થનાર છે.આ હકીકતના આધારે એલસીબી સ્ટાફે ટીંબડીના પાટિયા પાસેથી વોચ ગોઠવી ત્યાંથી નંબર પ્લેટ વગરના બાઈક લઈને નીકળેલા અલીમામદ રસુલભાઈ જેડાને ઝડપી લીધો હતો અને પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરતા આ બાઈક ચોરીનું હોવાનું પણ ખુલ્યું હતું.આરોપીએ આ બાઇકની તેના મિત્ર આયુબ ઉર્ફે બાડો ઉર્ફે કેસર જુસબ જસરાયાએ કચ્છના આદિપુરમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી હતી. તેમજ મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 8 માંથી હનીફ રસુલભાઈ ભટ્ટીને બે ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. આ આરોપીની પૂછપરછ કરતા તેણે પણ આયુબ ઉર્ફે કેસર જુસબ જસરાયાએ મોરબી વિસ્તારમાં આ બન્ને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.આથી પોલીસે આ બે ચોરાઉ બાઈક સાથે આરોપીની ધરપકડ કરી ત્રીજા ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/