રોકડ રૂ. 32,890 સહીત કિ.રૂ. 2,20,890નો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ. 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890 ના રોકડ તથા મુદામાલ સાથે જુગાર રમતા ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.
ગઈકાલે તા. 10ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં દસ ઇસમો જુગાર રમતા જોવા મળ્યા હતા. ત્યાં પોલીસે રેઇડ કરતાં રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890 ના રોકડ તથા મુદામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવેલ હતા. તેમજ 7 ઇસમો નાશી ગયેલ હતા. જેને શોધવા માટે પોલીસે શોધખોળ આદરી છે. પોલીસે આ 10 ઇસમો વિરૂધ્ધ જુગારધારા કલમ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આ બનાવમાં આરોપીઓ રમેશભાઈ સામતભાઈ રંગપરા, રમેશભાઈ વાઘજીભાઈ મકવાણા, ભરતભાઈ ધમાભાઈ મકવાણા, સલાભાઈ ધરમશીભાઈ દેગામા, હેમંતભાઈ ઉર્ફે હમીરભાઈ સેલાભાઈ મકવાણા, શંકરભાઈ રતાભાઈ દેગામા, લાલજીભાઈ વાઘજીભાઈ મકવાણા, કેશભાઈ વાઘજીભાઈ મકવાણા, અશોકભાઈ માવજીભાઈ દેગામા તથા રશીકભાઈ ધીરૂભાઈ ધરજીયાનો સમાવેશ થાય છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide