નેશનલ હાઇવે ઉપર દબાણ કરનારા તત્વો સામે આખરે પાલિકાની લાલઆંખ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હરસિદ્ધિ હોટલ નજીક ચા-પાનના ધંધાર્થીઓ દ્વારા લારી-ગલ્લા ગોઠવી છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકને નડતરરૂપ બનવાની સાથે અહીં ખાનગી માલિકીની જમીનમાં ગંદકી કરતા હોય નગરપાલિકા દ્વારા આગામી તા
.7 એપ્રિલ સુધીમાં દબાણ હટાવી લેવા આખરી નોટિસ ફટકારવામાં આવી છે.
વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હરસિદ્ધિ હોટલ નજીક ચા-પાનના લારી જિલ્લા ગોઠવી વિનુભાઈ ગણેશભાઈ સહિતના ધંધાર્થીઓ દ્વારા દબાણ કરી લેવાની સાથે બાજુમાં આવેલી ખાનગી માલિકીની જમીનમાં ગંદકી ફેલાવતા હોવાથી આ બાબતે જમીન માલિક તુષારભાઈ શેઠ અને પાવર ઓફ એટર્ની રાજેન્દ્રસિંહ ભગવતસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને નગરપાલિકાને રજૂઆત કરતા વાંકાનેર નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને દબાણ હટાવવા આખરી નોટિસ ફટકારવામાં આવી છે.
વધુમાં, વાંકાનેર નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા હાઇવે ઉપર દબાણ કરનાર વિનુભાઈ ગણેશભાઈ સહિતના અસામીઓને આખરી નોટિસ ફટાકરી અગાઉ બબ્બે વખત નોટિસ આપવા છતાં દબાણ દૂર નહીં કરતા આગામી તા.4 એપ્રિલના રોજ નગરપાલિકા દ્વારા સવારે 11 કલાકે દબાણકારોના ખર્ચે દબાણ દૂર કરવામાં આવશે તેવું સ્પષ્ટ પણે પણ જણાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide