મોરબી જિલ્લામાં 10 વાહનો ડિટેઇન કરતી મોરબી ટ્રાફિક પોલીસ

0
20
/

મોરબી: કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે પોલીસે માર્ગો પર ચર્કીંગ વધાર્યું છે. રવિવારે જિલ્લાના વાંકાનેર, માળીયા તાલુકા અને મોરબી શહેરમાંથી વિવિધ કલમો હેઠળ સીએનજી રીક્ષા, બાઇકો, પિકઅપ વાહન સહિતના કુલ 10 વાહનો ડિટેઇન કર્યા હતા.

મોરબી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારના ગાંધીચોક પાસેથી એક બાઈકચાલકને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી તેનું બાઇક ડિટેઇન કરાયું હતું. જ્યારે બી ડિવિઝન પોલીસે કુબેર સિનેમા સામેથી 1 સીએનજી રીક્ષા, વિશાલ ફર્નિચર પાસેથી 1 છકડો રીક્ષા, વીસીપરા મેઈન રોડ પર ખાદી કાર્યાલય સામેથી 1 મહેન્દ્રા પિકઅપ વાહન અને વિદ્યુતનગર ઢાળીયા પાસેથી 1 બાઇક ચાલકને નશાયુક્ત હાલતમાં ઝડપી પાડી ઉપરોક્ત વાહનો કબ્જે કરાયા હતા.

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે મેસરિયા ચેકપોસ્ટ નજીકથી 1 સીએનજી રીક્ષા, મિલેનિયમ સીરામીક પાસેથી બે અલગ અલગ બાઇક ચાલકોને દારૂ પીધેલી હાલતમાં તથા માળીયા મી. પોલીસે વગાડીયા ઝાંપા પાસેથી 1 બુલેટ સવાર અને 1 સીએનજી રીક્ષા ડિટેઇન કર્યા હતા. ઉપરોકત વાહનચાલકો સામે આઈપીસી કલમ 279, 283, મોટર વ્હિકલ એકટની કલમ 177, 184 અને 119 મુજબ કેસો કરવામાં આવ્યા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/