: વાંકાનેરમાં 14 વર્ષની સગીર વયની બાળા પર બે શખ્સોએ બળાત્કાર ગુજર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે એક શખ્સે મદદગારી પણ કરી હોય તેની સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે એક સગીર વયની બાળાને આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ વાટુકીયા રહે. ખડીપરા વાંકાનેર વાળાએ લલચાવી-ફોસલાવી બે વખત જાતીય સતામણી કરી હુમલો કરેલ તેમજ તેમનો મિત્ર હાર્દિક પ્રફુલભાઈ ધનેસરા રહે. ઉપલાપરા વાળાને આ વાત કરતાં આરોપી હાર્દિકે સગીર વયની બાળાને કહેલ કે તારે લાલા સાથે આડો સંબંધ છે તેની વાત બધાને કહી દઈશ એવી ધમકી આપી ભોગ બનનારને કહેલ કે તને ક્યાંક કામે રખાવી આપીશ એમ કહી આરોપી તુષાર રમેશભાઈ ધોરિયા રહે. રાજાવડલા રોડ વાળાને સાથે રાખી ભોગ બનનાર સગીર વયની બાળાને બંને આરોપીઓ ચોટીલા ખાતે લઈ ગયેલ હતો.જ્યાં આ બંને આરોપીઓએ બાળકીનો ટીકટોક વિડીયો ઉતારી તથા બાદમાં આરોપી લાલાને આ વિડીયો વોટ્સએપના માધ્યમથી મોકલી તથા આરોપી હાર્દિકે ભોગ બનનાર બાળાને ધાકધમકી આપી બળાત્કાર કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યો હોય વાંકાનેર સીટી પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 376 (2) H.I.N. 114 તથા પોસ્કો એક્ટ કલમ 3 (એ), 4, 11 (5), 12, 16, 17 તથા આઈટી એક્ટ કલમ 66 (E), 67 મુજબ ફરિયાદ દાખલ કરી આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પીઆઇ એચ. એન. રાઠોડ ચલાવી રહ્યા છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide