રીક્ષા ચાલક તરફથી પણ પોલીસ સામે પૈસા માટે હેરાન કરી માર માર્યાની અરજી આપી
વાંકાનેર : વાંકાનેર નજીક ગઈકાલે એક રીક્ષા ચાલક પોતે તથા પેસેન્જરોને માસ્ક પહેર્યા વગર રિક્ષામાં બેસાડીને નીકળ્યો હતો ત્યારે ફરજ પરના પોલીસે તેને અટકાવ્યો હતો. આથી રીક્ષા ચાલક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી. આ બનાવમાં વાંકાનેર પોલીસે આ રીક્ષા ચાલક સામે ફરજની રૂકાવટનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સામે રીક્ષા ચાલક તરફથી પણ પોલીસ પૈસા માટે હેરાન કરી માર માર્યાની અરજી આપી હતી.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના આર્મ્ડ પો.હેડ કોન્સ. રાજેશભાઇ મંગાભાઇ ચાવડાએ આરોપી ઓટો રીક્ષા જી.જે-૩૬ યુ ૭૨૪૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે તા.૨૪ ના રોજ તેઓ જીનપરા જકાતનાકા ખાતે પોતાના પોઇન્ટ ઉપર હાજર રહી જાહેરમાં માસ્ક નહિ પહેરનાર અને જાહેરમા થુકનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરતા હતા તે વખતે આરોપી ઓટો રીક્ષા નંબર જી.જે-૩૬ યુ ૭૨૪૭ નો ચાલક પોતાના હવાલાવાળી ઓટોરીક્ષામા પેસેન્જરો બેસાડી સોસ્યલ ડીસ્ટન્સીંગ નહિં જાળવી તેમજ પોતે કે પેસેન્જરોએ માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળ્યો હતો આથી ફરજ પરના પોલીસે આરોપીને જાહેરમાં માસ્ક નહિ પહેરવા બદલ રૂ. ૨૦૦/- દંડ ભરવા અને કાયદેસરની કાર્યવાહી સબબ પોતાના હવાલાવાળી ઓટોરીક્ષા પોલીસ સ્ટેશને લઇ લેવા કહેતા આરોપીએ દંડ ભરવાનો તથા ઓટોરીક્ષા પોલીસ સ્ટેશને લેવાનો ઇન્કાર કરી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરજ પરના પોલીસ સ્ટાફ સાથે સાથે ઉગ્ર બોલાચાલી કરી ફરિયાદી સાથે ઝપાઝપી કરીને રીક્ષા ત્યાંજ મૂકીને ચાલક ભાગી ગયો હતો. આથી પોલીસે તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જો કે, નાસી છૂટેલા રીક્ષા ચાલકે પણ પોલીસ સામે માર માર્યાની અને લાંચ માંગ્યાની વળતી ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની જ્ઞાનગંગા શાળામાં ચાલતાં કન્ટ્રક્શન કામ માટે એ રીક્ષા ચાલક મજૂરો લઈને નીકળ્યો હતો ત્યારે તેને પોલીસે લાંચ માંગી હોવાનો આક્ષેપ કર્યો છે અને લાંચ નો આપતા પોતાને માર માર્યો હોવાનું જણાવ્યું હતું. આથી જ્ઞાનગંગા સ્કૂલના સંચાલક દ્વારા પોલીસ સામે વળતી ફરિયાદ નોંધાવવા માટે લેખીત અરજી આપવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide