વાંકાનેર : રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

0
112
/

મોરબી: વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ વાંકાનેર પોલિસને બાતમીના આધારે વાંકાનેરના હસનપર ગામે આવેલ શક્તિપરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રવિભાઈ પ્રદીપભાઈ ભટ્ટના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૨૬૧ વિદેશી દારૂની બોટલ તથા ૬ બીયરના તેમજ કાર મળીને એમ કુલ મુદામાલ ૨,૪૫,૮૬૫, સાથે આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/