આમરણ નજીક અકસ્માતમાં ઈજાગ્રસ્ત ટ્રકચાલકનું પાકીટ અને મોબાઈલ પરત કરતી ૧૦૮ ટીમ

0
56
/

તાજેતરમા મોરબીના આમરણ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક પલટી ખાઈ જતા ટ્રકચાલકને ઈજા પહોંચતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અને ૧૦૮ ટીમને ટ્રકચાલકનું પાકીટ અને મોબાઈલ મળ્યા હોય જે પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજના સુમારે મોરબીના આમરણ નજીક માવનું ગામ અને દુધઈ ગામ વચ્ચે એક ટ્રક પલટી મારી ગયો હતો અને ટ્રકનો ડ્રાઈવર બેભાન થયો હતો જેની જાણ થતા ૧૦૮ મોરબી આમરણ ટીમના ઇએમટી શૈલેશભાઈ અને પાઈલોટ રવિરાજસિંહની ટીમ પહોંચી હતી ઈજાગ્રસ્ત ટ્રકચાલકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો ત્યારે ૧૦૮ ટીમને ઈજાગ્રસ્ત ટ્રકચાલક પાસેથી ૮૨૮૪ રૂપિયા રોકડા તેમજ મોબાઈલ અને ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા જે ૧૦૮ ટીમે ઈજાગ્રસ્તના સગાને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/