વાંકાનેરના રહેવાસી વિપ્ર આધેડને આજે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં પરત નહિ ફરતા પરિવારે શોધખોળ ચલાવી હતી અને કોઈ પત્તો નહિ લાગતા પોલીસને આ મામલે જાણ કરી છે
વાંકાનેરના દિગ્વિજયનગર હાથીખાના પાસે રહેતા મમતાબેન અંબરીષભાઈ પંડ્યાએ વાંકાનેર સીટી પોલીસને લેખિત અરજી મારફત જાણ કરી છે કે તેના પતિને સવારે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા તેમને હમણાં પાંચ મિનીટમાં આવું કહીને તેનું સ્કૂટી જીજે ૩૬ સી ૧૪૮૨ લઇ ઘરેથી ચાલ્યા ગયા છે અજાણ્યા નંબર પર વાત કરી ઘરેથી ગુસ્સામાં ચાલ્યા ગયા છે પતિનો મોબાઈલ સાથે છે પરંતુ હાલ સ્વીચ ઓફ આવે છે જેથી પરિવાર ચિંતિત છે અને પરિવારે શોધ તપાસ કરી હતી છતાં કોઈ માહિતી ના મળતા આખરે પોલીસને જાણ કરી છે
વાંકાનેર પોલીસે અરજીને આધારે તપાસ ચલાવી છે જો આ ગુમ થયેલ વિપ્ર આધેડ વિષે કોઈ માહિતી હોય તો મમતા પંડ્યા – 9429578175 અને મધુકર ત્રિવેદી – 9925474081 પર સંપર્ક કરવા જણાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide