વાંકાનેર : સુપરવાઈઝરે મિત્ર સાથે મળીને પત્નીની સતામણી કરતા યુવાનને પતાવી દીધાનો ઘટસ્ફોટ

22
216
/

નવા ઢુંવા નજીક ખરાબામાં યુવાનની હત્યા કરીને લાશ ધૂળના ઢગલામા દાટી દીધાના બનાવનો ભેદ ખુલ્યો : એલસીબીએ સીરામીક કંપનીના સુપરવાઈઝર અને તેના મિત્રની ધરપકડ કરી

વાંકાનેર : વાંકાનેરના નવા ઢુંવા નજીક સરકારી ખરાબામાં ધૂળના ઢગલામાં દાટી દીધેલી એક યુવાનની લાશ મળી આવ્યા બાદ તેની હત્યા થયાનું ખુલતા એલસીબી પોલીસની ટીમે ગણતરીની કલાકોમાં જ આ રહસ્યમય હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસની તપાસમાં લખધીરપુર રોડ પર આવેલી સીરામીક કંપનીના સુપરવાઈઝરે તેના મિત્ર સાથે મળીને પોતાની પત્નીની સતામણી કરતા આ શ્રમિક યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો ઘટસ્ફોટ થયો છે.એલસીબીએ આ બન્ને આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ હત્યાના બનાવની મોરબી એલસીબી ટીમ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરના નવા ઢુંવા નજીક જીઈબી સબ સ્ટેશન પાસેના ખરાબામાંથી તા.20 જુલાઈના રોજ એક અજાણ્યા યુવાનની ધૂળના ઢગલામાં દાટી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી.બાદમાં વાંકાનેર પોલીસે લાશનું પીએમ કરાવતા તેની હત્યા થયાનું ખુલ્યું હતું અને પોલીસની તપાસમાં મૃતક યુવાન અનોપસિંહ બહાદુરસિંહ ઝાલા રહે મોરબીના મહેન્દ્રનગર ગામ વાળો હોવાની ઓળખ મળી હતી.બાદમાં મૃતક યુવાનના પિતા બહાદુરસિંહ ઝાલાએ અજાણ્યા શખ્સોએ તેમના પુત્રની હત્યા કરી હોવાની વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની ફરિયાદ નોંધાયાની ગણતરીની કલાકોમાં જ મોરબી એલસીબી ટીમે આ હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો

જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાને પગલે મોરબી એલસીબીના પી.આઇ.વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના રવિરાજસિંહ ઝાલા,સહદેવસિંહ ઝાલા,યોગીરાજસિંહ જાડેજા,નિરવભાઈ મકવાણા સહિતનાએ બાતમીના આધારે આજે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓપવેલ સીરામીક કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની પિન્ટુ ગંગાપાલ પાલ અને તેના મિત્ર રાકેશ રમેશભાઈ યાદવને ઝડપી લીધા હતા.પોલીસની પૂછપરછ આરોપીઓ એવી કબુલાત આપી હતી કે મૃતક યુવાન આ સીરામીક કારખાનામાં મજુરી કામ કરતો હતો અને મૃતક યુવાન સુપરવાઈઝર પિન્ટુ ગંગાપાલની પત્નીની વારંવાર સતામણી કરતો હોવાથી આ બાબતે ગુસ્સે ભરાયેલા સુપરવાઈઝરે પોતાના મિત્રની મદદથી યુવાનનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ઢુંવા પાસે તેની ધૂળના ઢગલામાં લાશ દાટી દીધી હોવાની કબૂલાત આપી હતી.પોલીસે હાલ આ બન્ને આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.