વાંકાનેરમાં યુવતીની હત્યા કરનાર સહકર્મચારી ઝડપાયો

48
1238
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

બીલિંગનું કામ કરતી યુવતીને વધુ કામ કરાવતો હોય યુવતીએ શેઠને ફરિયાદ કરવાનું કહેતા પતાવી દીધી

વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર ટોલનાકા પાસે આવેલ સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી યુવતીની ગઈકાલે રહસ્યમય સંજોગોમાં ઘાતકી હત્યા કરવા પ્રકરણમાં પોલીસે યુવતી સાથે કામ કરતા સહકર્મીને ઝડપી લઈ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જોબકે હત્યારો આવેશમાં આવી જઇ આ કૃત્ય આચર્યાની કબૂલાત આપી રહ્યો છે.

ગઈકાલે રાત્રે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સૂર્યા ઓઇલમિલમાં બીલિંગનું કામ કરતી કવિતાબેન કેતનભાઇ ચૌહાણ ઉ.વ. ૨૦નું માથામાં પાછળના ભાગે લોખંડના કોઈ બોથડ વજનદાર હથિયાર વડે ઘા મારી તથા ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી મરણતોલ ઇજા કરી તેમની હત્યા કરી હોવાની જાણકારી મળતાં વાંકાનેર સીટી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરેલ

આ બનાવ મામલે યુવતીના પિતા કેતનભાઇ પન્નાભાઈ ચૌહાણ ઉ.વ. ૪૪ રહે. વીસીપરા વાંકાનેર વાળાએ સિટી પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે તેમની પુત્રી કવિતા સાથે મેનેજર તરીકે કામ કરતો આરોપી ધીરજ જીવાભાઈ આહીર રહે ભાટીયા સોસાયટી વાંકાનેર મૂળ જુનાગઢ વાળાએ કોઈ કારણોસર ઉશ્કેરાટમાં આવી તેમની પુત્રીની હત્યા નિપજાવી છે વાંકાનેર સીટી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ આઈ પી સી કલમ ૩૦૨ તથા જી.પી.એકટ ૩૭-૧-૧૩૫ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવ સંદર્ભે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી આર.કે પટેલના સતત નિરીક્ષણ હેઠળ વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલાએ રહસ્યમય હત્યાની તપાસ તેજ ગતિમાં હાથ ધરેલ અને લાશને ફોરેન્સિક ડોક્ટરોની પેનલ હેઠળ રાજકોટ ખાતે પીએમ કરાવેલ જેમાં જાણવા મળેલ કે યુવતીને ગળાના ભાગે તેમજ માથામાં લોખંડના બોથડ પદાર્થ વડે મારવામાં આવતા તેમનું મૃત્યુ નીપજેલ છે જેથી ઘટના સ્થળે ફોરેન્સિક લેબ અને ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇ તપાસ હાથ ધરેલ અને શકમંદોની મોડી રાત્રી સુધી પૂછપરછ હાથ ધરેલ

ઓઇલ મિલ માલિકોના જણાવ્યા મુજબ કારખાનામાં સીસીટીવી બંધ હાલતમાં હોય પોલીસ દ્વારા સીસીટીવીનું ડીવીઆર કબજે કરી ફોરેન્સિક લેબમાં ચેક કરવામાં આવ્યું હતું અને પોલીસે બાતમીને આધારે આરોપી તેના ઘરે આવ્યાની જાણ થતાં તુરત જ દબોચી લીધો હતો છે આરોપીની પૂછતાછમાં છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે ઓઈલમિલમાં કામ કરતો હતો અને કવિતા છેલ્લા એક વર્ષથી આરોપી સાથે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બીલીંગનું કામ કરતી હતી અને કામ બાબતે મૃતક અવાર નવાર શેઠને કહી દેવાનું કહેતી હોય આવેશમાં આવી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું

આરોપી પરણિત હોય સંતાનમાં એક બે વર્ષની દીકરી અને પાંચ મહિનાનો પુત્ર છે જેની તબિયત નાજુક રહેતી હોય અવારનવાર હોસ્પિટલમાં બતાવતા જતી વખતે આરોપીનું સઘળું કામ મૃતક યુવતી સંભાળતી હોય બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થતી રહેતી. ગઈકાલે પણ આરોપી પોતાના પુત્રોને બતાવવા હોસ્પિટલે ગયેલ હોય આ બાબતે બંને વચ્ચે ફોનમાં ઝઘડો થયેલ બાદ આરોપી ત્રણ વાગ્યે કારખાને આવી ગયેલ અને બંને વચ્ચેની ખટરાગમાં સાંજે છ વાગ્યાના અરસામાં ઉગ્ર બોલાચાલી થતાં કુહાડી વડે માથાના ભાગે માર મારતાં યુવતી રસોડામાં ઢળી પડેલ અને મરણ થઈ ગયેલી ત્યાર બાદ પણ આરોપી ત્યાં જ રહેલ અને બીજા લોકોને બોલાવી યુવતી પડી જતાં મરણ થઈ ગયેલની સ્ટોરી જણાવેલ તેમજ તેને ઉપાડવા જતાં તેના કપડાં લોહીવાળા થઈ ગયેલ હોવાનું કબુલ્યું હતું.

યુવતીના પિતા પ્રાઇવેટ બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને મૃતક યુવતીને એક નાનો ભાઈ છે જે કોલેજમાં અભ્યાસ કરી રહ્યો છે આ યુવતીની હત્યાની વાત સાંભળતા નાના એવા પરિવારમાં આક્રોશ સાથે ગમગીની છવાઈ ગયેલ છે એ પ્રકરણમાં હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપીની અટક કરી હથિયાર શોધવાની તપાસ શરૂ કરી છે.

આવા વધુ સમાચારો માટે અમારું ફેસબુક પેજ લાઇક કરો ….

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

Comments are closed.