વાંકાનેરની ઓઇલ મિલના રસોડામાં તીક્ષ્‍‍ણ હથિયાર ઝીકી યુવતીની હત્યા

58
453
/

બીલીંગનું કામ સંભાળતી ૨૦ વર્ષીય યુવતીની તેનીં ઓફિસમાં જ કામ કરતા યુવકે તિક્ષ્‍ણ હથિયારનાં ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી

મોરબીઃ વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં છેલ્લા એક વર્ષથી બીલીંગનું કામ સંભાળતી ૨૦ વર્ષીય યુવતીની તેનીં ઓફિસમાં જ કામ કરતા યુવકે તિક્ષ્‍ણ હથિયારનાં ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ વાંકાનેર નેશનલ હાઈવે આવેલ ટોલ નાકા નજીક સુર્યા ઓઇલ મિલમાં એક વર્ષથી બીલીંગનું કામ કરતી અને વિશિપરામાં રહેતી કવિતાબેન કેતનભાઇ ચૌહાણ (ઉ.૨૦)ની સાંજે ઓઇલ મીલના રસોડામાં ગળાના ભાગે તીક્ષ્‍ણ હથિયારના ઘા તથા માથાના ભાગે લોખડના હથિયારનો ઘા મારી હત્યા નિપજાવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.

ઘટના અંગે વાંકાનેર સીટી પીઆઇ એમ.વી. ઝાલાએ વધુ તપાસ ચલાવી છે. ઘટના મામલે મૃતક યુવતીના પિતા કેતનભાઈ પન્નાભાઈ ચૌહાણએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કારખાનામાં નોકરી કરતો અને ભાટિયા સોસાયટીમાં રહેતાધીરજ જીવાભાઈ આહીરને તેની દીકરી કવિતા કોઈ બાબતે બ્લેકમેઈલ કરતી હોય જેથી ધીરજ આહિરે ઉશ્કેરાઈ જઈને કવિતા રસોડામાં હતી. દરમિયાન માથાના પાછળના ભાગે લોખડના હથિયાર વડે માર મારી થતા ગળાના ભાગે તિક્ષ્‍ણ હથિયારના ઘા મારી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદના આધારે તપાસ ચાલવી છે તો આરોપી પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.