વાંકાનેર: તાજેતરમા વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ પર ફેક્ટરીની લેબર કોલોનીમાં પતિ અન્ય સ્ત્રી સાથે મોબાઈલમાં વાત કરતો હોવાની શંકા રાખી પત્નીએ ઝઘડો કર્યો હતો અને કુહાડીના ઘા ઝીંકી દઈને પતિની નિર્મમ હત્યા નીપજાવી હોય જે બનાવ મામલે મૃતકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારી પત્નીને દબોચી લીધી છે
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ઢુવા માટેલ રોડ પરની શિવ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં રહીને મજુરી કરતા સુમસિંહ પ્રેમાભાઈ ડામોર પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીનો દીકરો અર્જુન અને તેની પત્ની કાળી સાથે રહે છે અને કારખાનામાં કામ માટે પાંચેક દિવસથી આવ્યા હતા ગત તા. ૦૨ ના રાત્રીના નવેક વાગ્યે દીકરો અર્જુન અને તેની પત્ની કાળીબેન વચ્ચે ઝઘડો થતા કાળીબેને ફરિયાદીના દીકરા અર્જુનને કુહાડીના ઘા મારી દેતા સારવાર દરમિયાન મોત થયું હતું અર્જુનના લગ્ન ચાર માસ પૂર્વે કાળીબેન સાથે થયા હતા અને દીકરો અર્જુન પોતાના ફોનથી બીજી મહિલા સાથે વાત કરે છે તેવી પત્ની કાળીબેનને શંકા કરી દીકરા અર્જુન સાથે ઝઘડો કરી રૂમમાં પડેલ કુહાડીથી અર્જુનને મારી નાખવાના ઈરાદે માથાના ભાગે અને આંખના ભાગે ઘા કરી ગંભીર ઈજા પહોંચાડી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી અને પોલીસે આરોપી પત્નીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide