વાંકાનેર : વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં હોકળામાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પણ લીધા હતા.
વાંકાનેર પોલીસે દિવાનપરા હોકળામાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે રેડ પાડતા (૧) અનીસભાઇ ઇબ્રાહિમભાઇ સમા (૨) હર્ષદભાઇ જયંતિભાઇ પરમાર(૩) ઇબ્રાહિમભાઇ ઉસ્માનભાઇ સોરઠીયા (૪) સલીમભાઇ અબ્દુલભાઇ મસાલા વાળા અને (૫) અબ્દુલકરીમભાઇ અબ્દુલકાદરભાઇ કાદરી રોકડા રૂ.૧૩,૬૦૦ સાથે જુગાર રમતા મળી આવતા પોલીસે તમામ જુગારી વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide