ચકમપર-જીવાપર વચ્ચે ભરચોમાસે પાણી ભરેલા ખાડામાં બીમ-કોલમ નાખવાનું શરૂ થતા કલેકટરને ફરિયાદ
મોરબી : હાલ મોરબી તાલુકાના ચકમપર અને જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદી ઉપર મંજુર થયેલ પુલ ભરચોમાસે શરૂ કરી ખાડામાં પાણી ભર્યા હોવા છતાં હલકા મટીરીયલ સાથે કોલમ ઉભા કરવામાં આવતા આ મામલે ચકમપર ગામના સરપંચ મેદાને આવ્યા છે અને ભ્રષ્ટાચાર યુક્ત કામ બંધ કરાવવા માંગ કરી જિલ્લા કલેકટરને ફરિયાદ કરી છે.
ચકમપર ગામના સરપંચ પરસોતમભાઈ ગાડુભાઈએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત ફરિયાદ કરતા જણાવ્યું છે કે હાલમાં ચકમપર અને જીવાપર વચ્ચે ઘોડાધ્રોઇ નદી ઉપર પુલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એક તરફ વરસાદ શરૂ થતાં પુલ માટે ખોદવામાં આવેલા ખાડામાં પાણી ભરાય ગયા હોવા છતાં આ પાણીનો નિકાલ કર્યા વગર હાલમાં પુલનો મહત્વનો બેઇઝ એટલે કે કોલમ નાખવામાં આવી રહ્યા છે જેમાં વાપરવામાં આવતું મટીરીયલ પણ નબળી ગુણવત્તાનું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide