મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 137 થયો
ટંકારા : ટંકારા શહેરના ત્રણ હાટડી શેરી પાસે રહેતા પ્રજાપતિ પરીવારના 60 વર્ષીય ભાનુબેન નટુભાઈનો રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેઓની બે દિવસ પહેલા તબિયત ખરાબ થતાં શહેરની સરકારી હોસ્પિટલ ખાતે દેખાડયા પછી હાજર ડોક્ટરએ રીફર કર્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓના શંકાસ્પદ દર્દી તરીકે નમુના લેવાયા હતા. જેનો રિપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે.
જો કે ટંકારામાં પ્રખ્યાત નટુભાઈ સાઈકલવાળાના પત્ની ભાનુબેનને પગમાં દુ:ખાવા સિવાય અન્ય કોઈ બિમારી ન હોવાનું જાણવા મળ્યું છે. આ કેસને પગલે જીલ્લા આરોગ્યના વડા ડો. કતિરા, તાલુકા હેલ્થ ઓફિસર આશિષ સરસાવડીયા, મેડિકલ ઓફિસર સુમન ફેફર, એમ.પી.એચ.એસ. હિતેષ પટેલ અને ઉમેશ ગોસાઈ સહિતની ટીમે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસ સાથે ટંકારા તાલુકામાં કોરોના કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. તેમજ મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 137એ પહોંચી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide