મોરબીના જેતપરમાં વિધવા પેન્શન બાબતે માથાકૂટ

0
40
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં મહિલા સરપંચના પતિની સાથે અન્ય શખ્સોને વિધવા પેન્શન બાબતે બોલાચાલી થઇ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત તાલુકાના જેતપર (મચ્છુ) ગામમાં રહેતા રાજેશ ઉર્ફે રાજુ પાવભાજી ભુદરભાઇ કંડીયા એ ગઈકાલે નિલેશભાઇ પ્રાણજીવન અઘારા (ઉ.વ. 40) સાથે વિધવા પેન્શન બાબતે ઉગ્ર બોલાચાલી થઇ છે. જેમાં રાજશે નિલેશભાઈને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ પત્થરનો ઘા કરતા નિલેશભાઈને પગના ભાગે ઈજા પહોંચી હતી.

આ બનાવ અંગે નિલેશભાઈ અઘારાએ રાજેશ કંડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ગઇકાલે આરોપીની માતાના વિધવા પેન્શન બાબતે નિલેશભાઈ સાથેની દરમિયાન નિલેશભાઈ કહ્યું હતું કે સોમવારે તલાટી આવશે ત્યારે આ બાબતે ઘટતુ કરી આપશે. તેમ કહ્યું હોવા છતાં ‘તું ગામ આખાના કામ કરી દેશ અને મારૂ કામ જ કેમ નથી કરી દેતો’ તેમ કહીને તકરાર કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/