PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં

40
176
/

(અમદાવાદ બ્યૂરો
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે.

તાજેતરમાં પાકિસ્તાન સાથે યુદ્ધનો માહોલ સર્જાયો હોવા છતાં વડા પ્રધાન લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં ગુજરાતમાં આવી રહ્યા છે. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ છે. વસ્ત્રાલથી એપરલપાર્ક સુધીના ૬ કિલોમીટરના રૂટની ટ્રાયલ રન પણ પૂર્ણ કરી દેવાઇ છે.

આથી હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ માર્ચે વસ્ત્રાલ મેટ્રો રેલવેના સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને એપરલપાર્ક સુધી જશે.ત્યારબાદ નાગરિકો ૬ કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેનની મુસાફરી માણી શકશે. ૪ માર્ચ સવારે ૧૧.૩૦ કલાકે પીએમ જામનગર પહોંચશે અને ૭પ૦ બેડની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. સૌની યોજના પ્રોજેકટનું પણ ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ જામનગરમાં જ જનસભાને સંબોધન કરશે.

બપોરે તેઓ અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્સનું ભૂમિપૂજન કરશે. ત્યાંથી વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચશે અને મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે. મેટ્રોમાં સવારી કરી મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે જનસભાને સંબોધન કરશે. ૧ર૦૦ પથારીના સિવિલના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. રાત્રીરોકાણ તેઓ ગાંધીનગર રાજભવનમાં કરશે.

વૈષ્ણોદેવી સર્કલથી ર૦૦ મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ છે. એસજી હાઇવે પરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વીઆઈપી મહેમાનો હોઈ હાઇકોર્ટથી સમગ્ર ટ્રાફિક એસપી રિંગરોડ ડાઇવર્ટ કરાયો છે. પ માર્ચે મોદી સવારે ૧૦ કલાકે અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે. ૧૧.૩૦ કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માન ધન યોજનાની શરૂઆત કરશે, જનસભાને સંબોધન પણ કરશે. ત્યારબાદ બપોરે અમદાવાદ ઍરપોર્ટથી ઇન્દોર જવા રવાના થશે.

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

40 COMMENTS

Comments are closed.