Breaking: મોરબીના મહેન્દ્રપરા-5 માં ભંગારના ડેલામાં ભીષણ આગ

42
270
/

ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થેળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા

મોરબી : મોરબીની સુપર ટોકીઝ પાસે આવેલા ભંગારના ડેલામાં અચાનક આગ લાગી હતી. આગે થોડી જ વારમાં ભીષણરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થેળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

મોરબીમાં સ્ટેશન રોડ પર આવેલી સુપર ટોકીઝની બાજુમાં આવેલા ભંગારના ડેલામાં આજે બપોરે અચાનક આગ લાગી હતી. આગે જોત જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જયારે બનાવ ની જાણ થતા મોરબી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ આગ પાર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધાર્યાં હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ભંગારના ડેલામાં આગની ઝપટમાં લાખોનો મુદ્દામાલ ખાખ થઇ જવાની શક્યતા સેવાઈ રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.