કરચોરી કરતા સીરામીક એકમો અને સીરામીક ટેડર્સ પર સમયાંતરે કાર્યવાહી ચાલુ
મોરબી : રાજકોટ સી.જી.એસ.ટી કમિશનોરેટની પ્રિવેન્ટિવ ટિમ દ્વારા સમયાંતરે સોફ્ટ ટાર્ગેટ મનાતા મોરબીના સીરામીક ઉધોગ પર જી એસ ટીની ચોરી મામલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી – માટેલ રોડ પર આવેલ સીરામીક કંપની દોરડાની કાર્યવાહી હાથ ધરીને તે સીરામીક કંપનીમાંથી રૂ.11 લાખની જી.એસ ટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટની સીજીએસટી હેડક્વાર્ટરની પ્રિવેન્ટિવની ટિમ દ્વારા તાજેતરમાં મોરબીના માટેલ રોડ પર એક મંદિર પાસે આવેલા એન્ડ છેલ્લા બે વર્ષથી શરૂ થયેલા સીરામીક યુનિટ પર દોરડો પાડવામાં આવ્યો હતો.આ ટીમે સીરામીક યુનિટમાં સર્ચની કાર્યવાહી હાથ ધરીને તમામ સાહિત્ય ચકાસણી કરવામાં આવતા આ સીરામીક યુનિટમાં રૂ.11 લાખની જીએસટી ચોરી બહાર આવી હતી અને તેના આધારે બાકીની ‘વહીવટી’ કાર્યવાહી પુર્ણ કરવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ ટિમ કાર્યવાહી કરી બાદમાં ‘તંદુરસ્તી” કરી રાબેતા મુજબ પરત ફરી હતી.બીજીતરફ કેટલાક સમયથી પ્રિવેન્ટિવ ટિમ દ્વારા સીરામીક ટાઇલ્સના ટેડરોને નિશાન બનાવીને તેમના ઉપર અવિરતપણે તવાઈ ઉતારવામાં આવી રહી છે.જેમાં સીરામીક ટેડરોના ટ્રકોને કરચોરીના આધારે ઝડપી લઈ દંડ વસુલવામાં આવી રહ્યો છે
પરંતુ દિવાળીના કારણે મેન્યુફેક્ચરિંગ સુધી તપાસ કરવામાં હાથ હેઠા પડી રહ્યા છે.તેવા અનેક કિસ્સામાં જોવા મળી રહ્યા છે કે,ટિમ પેટ્રોલીગમાં જવાની હોય તે પહેલાં મોરબીમાં માલુમ પડી જાય જેથી જોઈએ તેવા પરિણામો મળતા નથી.હાલમાં જે પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે.તે ફક્ત ટ્રેડરો માટે જ કરવામા આવી રહ્યું હોય તેવું લાગે છે.સીજીએસટીના સ્ટાફ દ્વારા અનેક કિસ્સામાં ‘તંદુરસ્તી” કરવામાં આવી રહી છે.ત્યારે ટ્રેડરો અથવા મેન્યુફેક્ચરો એસીબી અથવા સીબીઆઈમાં ફરિયાદ કરી શકે છે.જેમાં અધિક્ષક ,સીબીઆઈ સર્કલ 3 સેટ ઝેવિયર્સ સ્કૂલ પાછળ ગાંધીનગરનો સંપર્ક કરી શકાય છે.ત્યાં ફરિયાદ કરવાથી ભષ્ટ્રાચાર કરતા સીજીએસટીના સ્ટાફ સામે પગલાં લેવાશે.
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide