મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળાનો પ્રારંભ

0
252
/

રફાળેશ્વર મંદિરે શિવભક્તોની ભીડ ઉમટી : ભગવાન શિવની શોભાયાત્રા કાઢી બાવન ગજની ધજા ચડાવાઇ

મોરબી : મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળાનો પ્રારંભ થયો હતો. આજે વહેલી સવારથી રફાળેશ્વર મંદિરમાં શિવભક્તોની ભીડ ઉમટી પડી હતી.શિવભક્તએ ભગવાન ભોળાનાથના દર્શન કરી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.મહાશિવરાત્રી નિમિતે ભગવાન શિવની શોભાયાત્રા કાઢી રફાળેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી.

મોરબીથી થોડા અંતરે આવેલા રફાળેશ્વર ગામના પોરોણીક રફાળેશ્વર મહાદેવ મંદિરે જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આજે મહાશિવરાત્રીના પાવન અવસરે શિવરાત્રીના પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શિવરાત્રીના મેળા માટે ટોરાટોરા તેમજ ફજેત ફાળકા સહિત 11 રાઈડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.શિવરાત્રીનો મેળો ગઈકાલે રવિવારની સાંજથી શરૂ થઈ ગયો હતો. આજે મહાશિવરાત્રીના પવન અવસરે ભગવાન શિવની આરાધના કરવા માટે વહેલી સવારથી જ રફાળેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરવા માટે સવારથી ભક્તનો કતારો લાગી હતી.શિવભક્તોએ ભગવાન શિવને બીલી પત્ર તથા દૂધ ચડાવી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા.બાદમાં મંદિરના મેદાનમાં યોજાયેલા શિવરાત્રીના મેળાને મન ભરીને માણ્યો હતો. જ્યારે ગામના અગ્રણી જગાભાઈ પાસિયા દ્વારા શિવરાત્રી નિમતે શોભાયાત્રા, બાવન ગજની ધજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાવિકો આ ધાર્મિક કાર્યક્રમોનો શ્રધ્ધાભેર લાભ લીધો હતો
તે ઉપરાંત સવારે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાત્રે ભજનોની રમઝટ બોલી હતી..શિવરાત્રીના મેળાને સફળ બનાવવા સરપંચ રમેશભાઈ પાસિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર ભારે જહેમત ઉઠાવી હતી.તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે તાલુકા પીએસઆઇ ગઢવી સહિત 50 જેટલો જીઆરડી અને પોલીસ નો કાફલો બંદોબસ્ત ગોઠવ્યો છે

 

 

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/