મોરબીમાં બમબમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રીની ધર્મોલ્લાસભેર ઉજવણી

0
346
/

રફાળેશ્વર મહાદેવ મંદિરે શિવરાત્રીનો મેળો યોજાયો : સતવારા સમાજ દ્વારા નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિની આહેલક : દરેક શિવાલયોમાં ભજન, ધૂન, કીર્તન અને ભાંગના પ્રસાદ સાથે ભક્તો શિવભક્તિમાં એકાકાર

મોરબી :મોરબીમાં આજે શિવભક્તના મહિમાગાન કરતા મહાશિવરાત્રીના પાવન અવસરની ધર્મોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.અત્ર તત્ર સર્વત્ર બમબમ બોલનો નાદ ગુજયો હતો.દરેક શિવાલયોમાં બીલીપત્ર, દૂધ, રૂદ્રાક્ષ અર્પણ કરી ધૂન કીર્તન, ભજન અને વિશેષ પૂજઅર્ચના કરીને શિવભક્તો શિવભક્તમાં એકકાર થઈ ગયા હતા.જયારે સતવારા સમાજ દ્રારા નીકળેલી શિવજીની શોભાયાત્રામાં શિભક્તિની સાથે રાષ્ટ્ભક્તિ આહેલક જાગી હતી. જ્યારે મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો પરંપરાગત મેળો યોજાયો હતો.

મોરબીમાં આજે મહાશિવરાત્રીએ શિભક્તો શિવમય બની ગયા હતા.મોરબીના દરેક શિવાલયોમાં આજે સવારથી ભક્તોની શિવના દર્શનાર્થે ઉમટી હતી.જેમાં અગનેશ્વર મહાદેવ મંદિર, શોભઈશ્વર, કુબેરનાથ, જંગલેશ્વર, શંકર આશ્રમ, જડેશ્વર, ત્રિલોકધામ સહિતના શહેરના તમમાં નાના મોટા શિવાલયોમાં હરહર મહાદેવનો નાદ ગુજયો હતો.શિવભક્તોએ શિવજીને રુદ્રાક્ષ, દૂધ, બીલીપત્ર અર્પણ કરી ધૂન ભજન કીર્તન સંતવાણી તથા વિશેષ પૂજા અર્ચના કરીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરી હતી તેમજ ઘણા ભક્તોએ એકટાણા ઉપવાસ કરીને શિવજીની ભક્તિ કરી હતી.

જ્યારે મોરબીના સતવારા સમાજ દ્વારા સ્ટેશન રોડ પરના જડેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શિવરાત્રી નિમતે ભગવાન શિવજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જેમાં એક રથમાં શિવ પાર્વતીની પ્રતિકૃતિ, બીજા રથમાં સફેદ બરફના શિવલીગની કૃતિ, ત્રીજા રથમાં ભારતની કૃતિ અને ચોથા રથમાં બાળકો વીર સૈનિકોની વેશભૂષા ધારણ કરીને જોડાયા હતા. જેમાં શિવભક્તની સાથે રાષ્ટ્ધ્વજ અને દેશભક્તિના ગીતો રજુ કરતા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો,જ્યારે અગેશ્વર મંદિરે યોજાયેલી ભાગવત કથાની પૂર્ણાહુતિ કરાઈ હતી અને મહાપ્રસાદનો માટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

રફાળેશ્વર મહાદેવ મંદિરે જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મહાશિવરાત્રીના પાવન અવસરે શિવરાત્રીના પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે શિવરાત્રીના મેળા માટે ટોરાટોરા તેમજ ફજેત ફળકા સહિત 11 રાઈડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી.આજે મહાશિવરાત્રીના પવન અવસરે ભગવાન શિવની આરાધના કરવા માટે વહેલી સવારથી જ રફાળેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરવા માટે સવારથી ભક્તનો કતારો લાગી હતી.શિવભક્તોએ ભગવાન શિવને બીલી પત્ર તથા દૂધ ચડાવી ભાંગનો પ્રસાદ ગ્રહણ કરી ભગવાન ભોળાનાથના દર્શન કર્યા હતા.બાદમાં મંદિરના મેદાનમાં યોજાયેલા શિવરાત્રીના મેળાને મન ભરીને માણ્યો હતો. જ્યારે ગામના અગ્રણી જગાભાઈ પાસિયા દ્વારા શિવરાત્રી નિમતે શોભાયાત્રા, બાવન ગજની ધજા તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/