મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે મોડી રાત્રીના મારામારીની ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઇજા પહોંચી છે.
બનાવ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રફાળેશ્વર નજીક હાઇવે પાસે નોનવેજની દુકાન પાસે બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી સર્જાઈ હતી. જેમાં માળીયા મિયાણાના નવગામના સૈયદુ મેપાભાઈ જેડા ઉ.40 નામના યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયુ હતુ. જેની ડેડ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યારે આ મારમારીની ઘટનામાં અલી સંધવાણી (ઉ.વ.૨૫) અને લાલો રામજી (ઉ.વ.૨૫) નામના બે યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમને મોરબી સિવિલ હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા. હાલ પોલીસને બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ તપાસ શરૂ કરી
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide