ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જાય તે પૂર્વે એ ડિવજન પોલીસે બન્નેની અટકાયત કરી
મોરબી : ગાંધીનગર ખાતે પડતર પશ્ને રાજ્યભરના શિક્ષકો દ્વારા ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું હતું.ત્યારે મોરબી જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સહિત બે હોદ્દેદાર શિક્ષકો ગાંધીનગર જાય તે પૂર્વે જ મોરબી એ ડિવિઝન પોલીસે આ બન્નેની અટકાયત કરીને નજરકેદ કરી દીધા હતા.
આ બનાવની મળતી માહિતી મુજબ ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા માટે મોરબીથી અંદાજે 400 શિક્ષકોનો કાફલો કારમાં નીકળ્યો હતો.પરંતુ માલવણ પોલીસે તેમાંથી 150 જેટલા શિક્ષકોના કાફલાને માલવણ ચોકડીએ અટકાવી દઈને આ 150 શિક્ષકોની અટકયાત કરી હતી.તે ઉપરાંત વધુમાં મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણીલાલ સરડવા અને સંજયભાઈ બાપોદરિયા ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જય તે પહેલાજ મોરબી એ ડિવિઝન પોલીસે આ બન્નેની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરી દીધા હતા.આ બનાવની જાણ થતાં મોરબી જિલ્લાના શિક્ષકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા .જોકે સરકારના ઈશારે શિક્ષકોના વિરોધ પ્રદર્શન દબાવી દેવા શિક્ષકોની અટકાયત કરતા શિક્ષકોમાં રોષ વ્યાપી ગયો
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.