પોલીસે હત્યારી પાલક માતાને ત્રણ દિવસની રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરી
મોરબી : મોરબીમાં માસૂમ બાળાની ઠંડા કલેજે હત્યા કરી દેનાર પાલક માતાને પોલીસે પકડી પાડી હતી. બાદમાં તેને કોર્ટમાં ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે રજૂ કરી હતી. કોર્ટે આ હત્યારી પાલક માતાને દોઢ દિવસની રિમાન્ડ મંજુર કરી આપી છે
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે ગેંડા સર્કલ પાસે આવેલ વૃદાવન પાર્કમાં રહેતા ધવલભાઈ ત્રિવેદીની અઢી વર્ષની પુત્રી યશવીનું શંકાસ્પદ રીતે મોત થયું હતું. જો કે આ મામલે તપાસના અંતે માલુમ પડ્યું હતું કે બાળાના પિતા સાથે લિવ ઇનમા રહેતી પાલક માતા રશ્મિબેન દિવ્યેશભાઈએ બાળાને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં આ હત્યાને કુદરતી મોતના ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ બનાવમાં મૃતક બાળાની સગી માતાએ પાલક માતા ઉપરાંત તેના પતિ, જેઠ અને સસરા સામે પણ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે પાલક માતા રશ્મિબેનને પકડી પાડી ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરી હતી. ત્યારે કોર્ટે દોઢ દિવસ એટલે કે તા. ૫ને બપોરે ૧ કલાક સુધીના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે. હાલ પોલીસ દ્વારા પાલક માતા રશ્મિબેનને રિમાન્ડમા લઈને પૂછપરછ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide