સોમવાર અને શિવરાત્રીનો શુભયોગ: વિવિધ રાશીના જાતકો અભિષેક કરી પૂણ્યતા પામશે

43
381
/

ભોલેનાથને રીઝવવા માટે તલદૂધદહીમધ કે વિવિધ ફળના રસનો અભિષેક કરવાથી તન,મનધનની પ્રાપ્તીથાય

મહાવદ તેરસને સોમવાર તા.૪ના દિવસે શિવરાત્રી છે આ વર્ષે શિવરાત્રી અને સોમવારનો સંગમ હોવાથી આ વર્ષની શિવરાત્રીનું મહત્વ વધી જશે.શિવરાત્રીના દિવસે એકટાણુ અથવા ઉપવાસ કરીને પોતાની રાશી પ્રમાણે મહાદેવજી ઉપર વિવિધ અભિષેક કરવાથી ઘણા જ લાભ મેળવી શકાય છે.

મેશ રાશી (અ.લ.ઈ): મેષ રાશીનાં લોકોએ મહાદેવજી ઉપર ૐ નમ: શિવાય મંત્રનો જપ બોલી અથવાતો પુરાણોકન અભિષેક મંત્ર બોલી અને મહાદેવજી ઉપર દુધ સાથે ત્યારબાદ શેરડીના રસનો અભિષેક કરવાથી લાભ થશે મનોકામના પૂર્ણ થશે.

વૃષભ રાશી (બ.વ.ઉ): વૃષભ રાશીના લોકોએ દુધ તથા દહીનો અભિષેક કરવો ઉત્તમ રહેશે લાભ આપશે.અભિષેક કર્યા બાદ સફેદ ચોખા ચડાવા

મિથુન રાશી (ક.છ.ઘ): મિથુન રાશીના લોકોને દેહ ભુવનમાંથી રાહુ આવવાનો હોવાથી રાહુ પીડા શાંતી માટે કાળાતળ તથા સાકરવાળા જળનો અભિષેક કરવો શુભ છે.

કર્ક રાશી (ડ,હ): કર્ક રાશીના લોકોએ મહાદેવજી ઉપર દહી, દુધ, ચોખા કાળાતલનો અભિષેક કરવો આનાથી બારશ સ્થાન રાહુ આવવાનો હોવાથી તેની પીડા પણ ઓછી થશે.

સિંહ રાશી (મ.ટ): સિંહ રાશીના લોકોએ મહાદેજી ઉપર ઘીથી અભિષેક કરવો અથવાતો ફકત જળથી અભિષેક કરી શકાય છે. તેનાથી લાભ મળશે.

કન્યા રાશી (પ.ઠ.ણ): કન્યા રાશીના લોકોએ બિલ્લીપત્ર તથા વિવિધ ફળોના રસથી અભિષેક કરવાથી લાભ મળો.

તુલા રાશી (ર.ત.): તુલા રાશીના લોકોએ ઘી અને ચોખાથી અભિષેક કરવાથી લાભ મળશે.

વૃશ્ચિક રાશી (ન.ય.): વૃશ્ચિક રાશીના લોકોએ ગોળવાળુ પાણી તથા કાળાતલ,લાલપુષ્પ ચડાવું ઉતમ રહેશે

ધન રાશી (ભ.ફ.ધ.): ધન રાશીના લોકોએ મહાદેવજીને પીળાફૂલ તથા ડાંગરથી અભિષેક કરવો શુભ રહેશે.

મકર રાશી (ખ.જ.): મકર રાશીના લોકોને શનીની સાડાસાતીનો પહેલો તબ્બકો ચાલી રહ્યો છે આથી સરસવના તેલથી તથા કાળા તલથી મહાદેવજી ઉપર અભિષેક કરવો શુભ રહેશે.

કુંભ રાશી (ગ.શ.સ.): કુંભ રાશીના લોકોએ મહાદેવજી ઉપર અળદ સાથે સરસવનું તેલ ચડાવું લાભ કારક રહેશે.

મીન રાશી (દ.ચ.ઝ.થ):મીન રાશીના લોકોને ૭ માર્ચથી ચોથે રાહુ આવવાનો હોવાથી કાળા તલ તથા ઘી અને  સાથે ત્યારબાદ સાકરવાળા જળથી અભિષેક કરવો

તે ઉપરાંત જુદી જુદી મનોકામના સિધ્ધિ માટે અભિષેક કરી શકાય છે. પુત્ર પ્રાપ્તી માટે ચોખાથી, ધન માટે બીલીપત્રથી ક્ધયાની પ્રાપ્તી માટે ડાંગરથી, લાંબા આયુષ્ય માટે દુર્વાથી, રાજયોગ માટે ઘીથી તથા શત્રુદૂર કરવા માટે સરસવના તેલથી તથા સર્વ મનોકામના સિધ્ધ માટે કાળાતલથી બીમારીમાંથી મુકત થવા માટે દુધથી બુધ્ધિ શકિત મેળવવા સાકર વાળા જળથી ડાયાબીટીસ જેવા રોગ તથા મંગળદોષ ઓછો કરવા માટે શેરડીના રસથી અભિષેક કરવો.ૐ નમ: શિવાય મંત્રનો જપ કરી અથવા પુરાણોકત અભિષેકના મંત્રોથી મહાદેવજી ઉપર અભિષેક કરી શકાય છે.

અભિષેકનું મહત્વ

ભગવાન મહાદેવજી ઉપર અભિષેક કરવાથી જીવનના બધા જ દુ:ખો દૂર થઈ જાય છે. અને શિવ તત્વની પ્રાપ્તી થાય છે. ભગવાન મહાદેવજીની શિવલીંગની પુજામાં ત્રણેય દેવતાની પુજા થઈ જાય છે. મહાદેવજીની શિવલીંગમાં મુલતો બ્રહ્મ‚પાય મધ્યનો વિષ્ણુ ‚પીણે અગ્રતશિવ ‚પાય એટલે કે મહાદેવજીની શિવિંલગ છે.

તેના સૌથી નીચેનો ભાગ બ્રહ્મા સ્વ‚પ છે. મધ્યનો ભાગ વિષ્ણુ સ્વરૂપ છે. અને સૌથી ઉપલો ભાગ સ્વયં શિવ રૂપ છે. આમ મહાદેવજીની શિવલિંગની પુજા કરવાથી બ્રહ્મા, વિષ્ણુ,મહેશ ત્રણેય ભગવાનની પુજા થઈ જાય છે. મહાદેવની પૂજાનું મહત્વ નિશિથકાળનું વધારે છે. નિશિથકાળ એટલે કે મધ્યરાત્રી રાત્રે ૧૨.૩૪ થી ૧.૨૨ સુધી છે

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

43 COMMENTS

Comments are closed.