મોરબી : પુલવામાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતીય વાયુસેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.તેથી ભારતીય વાયુસેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે મોરબી તાલુકા ભાજપે ફટાકડા ફોડી એર સર્જીકલ સ્ટ્રાઈકનો વિજ્યોત્સવ મનાવ્યો હતો.
જમ્મુ કાશ્મીર ના પુલવામા હુમલાના બદલા રુપે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિક્રુત કાશ્મીર (pok)મા ધુસી આતંકી અડ્ડાઓ નો ખાત્મો બોલાવી 300 જેટલા આતંકવાદીઓ ને મોતને ઘાટ ઉતારી ભારતીય વાયુસેના એ સૌર્ય બતાવ્યું છે
આ ખુશી ના અવસરને મોરબી તાલુકા ભાજપે આજે સવારે નવા બસ સ્ટેશન સામે , સાંસદ શ્રી મોહન ભાઇ ના કાર્યાલય પાસે ફટાકડા ફોડીને આતીશબાજી કરી હતી. જેમાં તમામ કાર્યકર્તાઓએ હાજર રહીને ભારતીય વાયુસેના એર સર્જીકલ સ્ટ્રાઈકના હર્ષભેર વધામણાં કરીને વિજ્યોત્સવ મનાવ્યો હતો.
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.