ટંકારા: મહાશિવરાત્રી નિમિતે ત્રિદિવસીય ૠષિ બૌધોત્સવ ઉજવાશે

61
228
/

દેશભર માંથી આર્ય વિચારકો ઋષિભુમીમાં પધારશે. તૈયારીને આપતો આખરી ઓપ

ટંકારા: ટંકારામાં મહાશિવરાત્રિએ મહષિઁ દયાનંદ સરસ્વતીના બોધોત્સવ પર્વની વષોઁથી ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨ થી ૪ ફેબુઆરી દરમ્યાન ત્રિદિવસીય બોધોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. દેશભરના જુદા જુદા રાજયોમાંથી આર્યસમાજી ટંકારમાં પધારશે. મુખ્ય અતિથિ તરીકે ડિ.એ.વી. કોલેજના ડો. રમેશ આર્ય. એસ. કે. શર્મા, પતંજલી વિશ્ર વિધાલયના ડો. મહાવીર અગ્રવાલ ખાસ હાજરી આપશે. આ નિમિતે યજુર્વેદ પારાયણ યજ્ઞનું પણ આયોજન શરૂ થયુ છે. શહેરના મુખ્ય માર્ગો પર રોશની કરવામાં આવનાર છે.

ટંકારામાં સામાન્ય સ્થિતિના ઔદિચ્ય બ્રાહ્મણ પરિવારના કરશનજીભાઇ ત્રિવેદીના ઘરે ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ જન્મેલા મૂળશંકર નામના બાળકને ચૌદ વર્ષની ઉંમરે મહાશિવરાત્રિની મધ્યરાત્રીના શિવમંદિરમાં થતી ચારપ્રહરની શિવપૂજા દરમિયાન શિવલિંગ ઉપર ઉંદરને ફરતો જોઇને મૂર્તિ પરથી વિશ્વાસ ઉઠી ગયો. આથી અંતરઆત્માના અવાજને અનુસરીને ઘર પરિવારને ત્યાગી, પોતાનુ ગામ છોડીને સાચા શિવની શોધમાં નિકળી પડયા હતા. ભારત ભ્રમણ કરીને સમય જતા આર્યસમાજની સ્થાપના કરીને વૈદિક ધમઁ સ્થાપ્યો હતો. સમાજ મા વ્યાપ્ત કુરિવાજોની બદી સામે બંડ પોકારી ક્રાંતિકારી સંત તરીકે મહષિઁ દયાનંદ સરસ્વતીના નામે ખ્યાત બન્યા હતા. સૌપ્રથમ દયાનંદે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી હતી. મહષિઁએ સત્યાર્થપ્રકાશ નામના ગ્રંથની રચના પણ કરી હતી.સને ૧૯૫૯માં પોરબંદરના શેઠ નાનજી કાલિદાસે તે સમયના ટંકારાના રાજવી પરિવાર પાસેથી રાજવી મહેલ સવાલાખ રૂપિયામાં ખરીદી આર્યસમાજ સંસ્થાને અર્પણ કયોઁ હતો. ત્યારથી ટંકારામાં આર્યસમાજની શરૂઆત થઇ હતી. ટ્રસ્ટ દ્વારા મહષિઁ દયાનંદ સરસ્વતીને મહાશિવરાત્રિએ બોધ પ્રાપ્ત થયો હોય તે નિમિતે ૠષિ બોધોત્સવ પર્વ દર વર્ષે ઉજવવામાં આવે છે. દર વર્ષની મહાશિવરાત્રિ દરમિયાન ત્રિદિવસીય ઉજવણી આર્યસમાજ સંસ્થા દ્વારા કરાય છે. જેમાં દેશભરના જુદા જુદા પ્રાંતમાંથી આર્યસમાજીઓ ઉમટી પડે છે અને મહષિઁની જન્મભૂમિમાં પધારી ચારધામની યાત્રા જેટલુ પૂણ્ય કમાયાની લાગણી અનુભવે છે. જે અંતર્ગત આગામી ૨ માર્ચ થી ૪ માર્ચ સુધી ઋષિ બોધોત્સવ ઉજવાશે. મહાશિવરાત્રિના દિવસે વૈદિકધર્મના પ્રચારકો દ્વારા ૠષિ બોધોત્સવ માટે દેશભરમાંથી જુદા જુદા રાજયોમાંથી અંદાજે પાંચેક હજાર જેટલા આર્યસમાજીઓ ટંકારા ખાતે પધારશે. શિવરાત્રીના દિવસે સવારે ઓમ ધ્વજનુ ધ્વજા રોહણ કરવામાં આવશે. બાદમા શહેરના રાજમાર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રા નિકળશે . સરઘસમાં વૈદિકધર્મનો પ્રચાર, આર્યસમાજ સંસ્થાની પ્રવૃતિની સમજ આપતા બેનર અને સુત્રોચ્ચાર સાથે આર્યસમાજીઓ નગરમાં ફરશે. સરઘસનુ શહેરભરમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત પણ થશે. સૌથી મહત્વની બાબત એ છે કે મુસ્લિમ સમાજ દ્વારા પણ કોમીએકતાની ભાવના ચરિતાર્થ કરીને આર્યસમાજની શોભાયાત્રાનું સન્માન કરાશે. બપોરના સમયે દયાનંદની શ્રધ્ધાંજલિ સભા થશે. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે ગુરૂકુલ ટ્રસ્ટના આચાર્ય રામદેવ શાસ્ત્રી અને ત્રણ હાટડી આર્યસમાજના મંત્રી હસમુખભાઈ પરમાર ભારે જહેમત ઉઠાવી રહ્યાં છે. આર્યવિરો દ્વારા મુખ્ય માર્ગો પર ઓમ પતાકા અને લાઇટિંગની રોશનીની રોનક માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે .

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

61 COMMENTS

Comments are closed.