હળવદમાં ડોકટર યુગલે પેહલા શહિદોને શ્રધ્ધાંજલિ આપી પછી ફેરા ફર્યા

50
294
/

પરેચા પરિવારની દિકરી ચિ. ડો.નિધિના લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી : શહિદોના પરિવારજનોને રૂ.રપ,પપપનું અનુદાન : ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું : શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ અપાયું

હળવદ : હળવદના ઉમા સોસાયટીમાં પરેચા પરિવારની લાડકવાયી દિકરી ડો.નિધિના શુભ લગ્ન પ્રસંગની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પુલવામા શહિદ થયેલા જવાનોને ડોકટર યુગલે શ્રધ્ધાંજલિ આપી રૂ.રપ,પપપનું અનુદાન કર્યું હતું તો સાથે જ ૧પ૦થી વધુ શ્રમયોગીને સ્વરૂચી ભોજન કરાવ્યું હતું. ઉપરાંત શિશુ મંદિરની બાળાઓને લગ્ન પ્રસંગે મીઠાઈ, ફરસાણ આપવામાં આવ્યું હતું.

હળવદના ઉમા સોસાયટીમાં રહેતા શંકરભાઈ ગોવિંદભાઈ પરેચાની લાડકવાયી દિકરી ડો.નિધિ પરેચા સંગ ડો.ચિરાગ અઘારાના લગ્ન પ્રસંગે પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી અને શહિદ થયેલા વીર જવાનોના પરિવારને ફુલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે રૂ.રપ,પપપનું અનુદાન કર્યું હતું અને આ લગ્ન પ્રસંગે બે મિનિટ મૌન પાડી સૌ જાનૈયા અને માંડવીયાઓએ વીરાંજલિ અર્પણ કરી હતી. તો સાથો સાથ શંકરભાઈની કન્ટ્રકશન સાઈટ પર કામ કરતા તમામ શ્રમયોગી (મજુર)ને સ્વરૂચી ભોજન કરાવાયું હતું ઉપરાંત શહેરની શિશુ મંદિરની બાળાઓને પણ આ પ્રસંગ નિમિતે મિઠાઈ અને ફરસાણ આપવામાં આવ્યું હતું. આ ડોકટર યુગલના લગ્ન પ્રસંગની ઉજવણી અનોખી અને પ્રેરણાદાયી રીતે કરવામાં આવી હતી.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.