ઈંગ્લીશ મીડીયમમાં 86% તેમજ ગુજરાતી માધ્યમમાં 61% સહિત સરેરાશ 71% પરિણામ મેળવ્યું
મોરબી :સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં બી.કોમ. સેમેસ્ટર 3 (ન્યુ કોર્ષ)નું 27% જેટલું ખુબ જ નીચુ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં મોરબીની શિક્ષણ અને સંસ્કાર ક્ષેત્રે હરહંમેશ અગ્રેસર એવી શ્રીમતી આર.ઓ. પટેલ મહિલા કોલેજનું ઈંગ્લીશ મિડીયમનું 86% જેટલું રેકોર્ડબ્રેક રિઝલ્ટ અને ગુજરાતી મિડીયમનું 61% જેટલું રિઝલ્ટ આવ્યું છે અને આમ એકંદરે બન્ને સાથે મળીને 71% જેટલું રીઝલ્ટ મેળવી મોરબી જિલ્લામાં કોમર્સ કોલેજનો દબદબો જાળવ્યો છે.સેમેસ્ટર 5 પછી સેમેસ્ટર 3માં પણ ઉચ્ચ ટકાવારી જાળવી રાખી કોલેજ તેમજ કોલેજ પરીવાર સહિત મોરબીનું ગૌરવ વધાર્યું છે.
કોલેજમાં પ્રથમ નંબરે ચંદારાણા દ્રષ્ટિબેન સુનિલભાઈ 556/700,
બીજા નંબરે લાડાણી પરિધીબેન પંકજભાઈ 537/700,
ત્રીજા નંબરે કલોલા નિશાબેન નરેન્દ્રભાઈ 536/700 અને ભોજાણી ધારાબેન કિશોરભાઈ 536/700,
ચોથા નંબરે પરમાર ભુમિકાબેન દિપકભાઈ 532/700,
પાંચમા નંબરે રાછડિયા દિવ્યાબેન વિનોદભાઈ 529/700 માર્કસ
મેળવી કોલેજ પરીવાર તેમજ મોરબીનું નામ રોશન કર્યું છે.
કોમર્સ વિદ્યાશાખાના એચ.ઓ.ડી. મયુરભાઈ હાલપરા આ અંગે વાતચીત કરતા જણાવે છે કે કોલેજમાં સ્ટૂડન્ટના સર્વાંગી વિકાસ માટે અવારનવાર જનરલ નોલેજ ક્વિઝ, સાંસ્કૃતિક ફંકશન, શૈક્ષણિક પ્રવાસ, સ્કિલ ડેવલપમેન્ટ સેમીનાર, બેંકિગ સેમીનાર, મટુકી શણગાર સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા, ચેસ, કેરમ વગેરે જેવી નાની મોટી પ્રવૃત્તિઓ અને રમતગમતનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિધાર્થિનીઓ ઉત્સાહભેર સહભાગી થાય છે. કોલેજમાં આવી પ્રવૃત્તિઓ દ્વારા વિધાર્થીનીઓમાં છૂપાયેલી વિશિષ્ટ કળા અને કૌશલ્ય ઉજાગર કરવામાં આવે છે જેનું આ પરિણામમાં પ્રતિબિંબ પડે છે.
આ તકે કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના એચ.ઓ.ડી. મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થીનીઓને શૈક્ષણિક જગતમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide