મોરબી : એલ.ઇ.કોલેજના નવનિર્મિત કેમ્પસમાં બે દિવસીય યુથ ફિટેસ્ટા ઇવેન્ટ યોજાઈ

0
123
/

મોરબી : એલ.ઇ.કોલેજ ડિપ્લોમાના નવનિર્મિત કેમ્પસમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ ખાતે તાજેતરમાં બે દિવસીય યુથ ફિયેસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટેના આ બે દિવસીય આયોજન દરમ્યાન વિવિધ સ્પર્ધાઓ તેમજ ટેક્નિકલ અને નોનટેક્નિકલ ઇવેન્ટ યોજવામાં આવી હતી. જેમાં બહોળા પ્રમાણમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ તકે સમગ્ર રાજ્યમાં ઉચ્ચ પરિણામ મેળવનારની યાદીમાં સામેલ સંકેત દ્વારા સચોટ અને ઉત્તમ પરિણામ હેતુ પૂર્વતૈયારી માટે શું શું કરવું જરૂરી છે તે અંગે અનુભવસિદ્ધ વ્યાખ્યાન આપ્યુ હતુ. જ્યારે ખાતાના વડા એન.એ.ફાટકે વિદ્યાર્થીઓની એકેડેમિક તેમજ મેનેજમેન્ટ સ્કિલના વખાણ કરતા પ્રેરણાદાયી પ્રવચન સાથે તમામને શુભેચ્છા પાઠવી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/