વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો

13
198
/

વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મારામારીના બનાવની વાંકાનેર પોલિસ મથકમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના જાલી વિસ્તારમાં રહેતા બાબુભાઇ કરશનભાઇ માલકીયા નામના યુવાને નવઘણ વેરશીભાઈ દેગામા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સો સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તે તા.8ના રોજ કોઈ કામસર મોટર સાયકલ લઈને વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો.તે સમયે આ ચારેય શખ્સોએ યુવાનને આંતરીને વગર વાંકે તેના છાતી તથા કમરના ભાગે બે છરીના ઘા મારીને ગંભીર ઇજા પહોંચાડી હતી.બાદમાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો.વાંકાનેર પોલીસે યુવાનની ફરિયાદ પરથી ચાર આરોપી સામે ગુનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

13 COMMENTS

Comments are closed.